વાઘોડિયા : કરીયા ગામે જયમાતાજી ફાર્મ પર ચોરી

સાંકરીયા ગામે જયમાતાજી ફાર્મપર તસ્કરો સોનાચાંદિને રોકડ મળી કુલ રુપીયા ૧. ૪૬ લાખનો સામાન ચોરી ગયા અંગેની ફરીઆદ વાઘોડિયા પોલીસ મથકે નોંઘાઈ છે.
વાઘોડિયાના સાંકરીયા ગામે જયમાતાજી ફાર્મપર રાત્રી દરમ્યાન પરીવાર ગાઢ નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે તસ્કરોએ મકાનનો પાછલો દરવાજો કરવતથી કાપી સોનાચાંદિના દાગીણા તેમજ કપડાલતા સાથે રોકડ મડી ૧.૪૬ લાખ ઊઠાવી તિજેરી સાફ કરી પલાયન થઈ ગયા હતા.સવારે મકાન માલીકને જાણ થતા ચોરીઅંગે વાઘોડિયા પોલીસ મથકે ફરીઆદ નોંઘાવી હતી. પશુઘન સાચવવા તબેલો અને મકાન બાંઘી રહેતા રમણભાઈ બેચરભાઈ પરમાર (૬૨) ખેતી અને પશુપાલન કરે છે.ચોરીની વારદાતને ચોરોએ અંજામ આપતા તિજોરીના દરવાજા ખોલી સોના ચાંદીના ઘરેણા રોકડ સાથે લઈ ગયા હતા, પરંતુ સાડી અને કપડા સાથે જરૂરી ડોક્યુમેન્ટીની પેટી ખેતરમા વેરણ છેરણ કરી છોડી ગયા હતા. વાઘોડિયા પોલીસે ઘટના સ્થળનુ નિરીક્ષણ કરી રમણભાઈ પરમારની ફરીઆદના આઘારે તસ્કરો વિરુઘ્ઘ ગુન્હો નોંઘી જરુરી તપાસ હાથ ધરી હતી.