વાઘોડિયા : જાહેર સભામાં ૬૦ વર્ષીય વૃધ્ધે મધુભાઈને લીધા આડેહાથ

વાઘોડિયાના દબંગ ઘારાસભ્યમધુ શ્રી વાસ્તવ સામે ભરી સભામા કંચનભાઈ ગરોડાએ સવાલ પુછતા મઘુભાઈની બોલતી બંઘ કરી હતી.
વાઘોડિયા વિઘાનસભાના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય મઘુભાઈ શ્રી વાસ્તવને કડવો અનુભવ વાઘોડિયા ચુંટણી સભા દરમ્યાન થયો હતો. નાની ભાગોડ ગરબા ગ્રાઊન્ડમા મતદારોને રાજી કરવા ગુજરાતી કલાકારો સહિત તાલુકા તેમજ જીલ્લાના ઊમેદવારો સાથે તેવોનો આખો પરિવાર મંચ પર હાજર હતો. મઘુ શ્રી વાસ્તવ લોકોને સંબોંઘી રહ્યા હતા. . તે દરમ્યાન આશરે ૬૦ વર્યના એક વૃધ્ધે ધારાસભ્યના સયાજીપુરા ખાતેની સભા દરમ્યાન આપેલા નિવેદન પર " પોલીસ અને કલેક્ટરને ગજવામા લઈ ફરુ છુ ! " . . અઘિકારીઓ વિરુધ્ધના આવા નિવેદન અને વારંવાર વિવાદમા રહેતા ધારાસભ્યપર વૃધ્ધ કંચનભાઈ ગરોડા . ખીજાયા હતા . ભરી સભામા હજારોની જન મેદની વચ્ચે ધારાસભ્યને આડેહાથ લિધા હતા.
જોકે મધુભાઈ઼એ પરીસ્થીતી પર નિયંત્રણ કરી. . ભરી સભામા ભાજપના કાર્યકરો સામે આબરુ નિલામ કરનાર કંચનભાઈ ગરોડાને સભા બહાર મોકલી દિઘા હતા.