વાઘોડિયા : મતદાન મથકોપર સુરક્ષામાં જતા જવાનોએ મતદાન કર્યુ

અગામી ૨૮મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા તેમજ જિલ્લા પંચાયતની યોજાવાની છે, ત્યારે ચૂંટણી બંદોબસ્ત અને મતદાન મથકોપર કામગીરી કરનાર કર્મચારીઓએ આજે વાઘોડિયા સેવાસદન ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન ક્ર્યુ હતુ. મતદાન મથકો પર અંદર તેમજ બહાર ખડે પગે ફરજ બજાવતા હોમગાર્ડ, જીઆરડી, તેમજ પોલીસ જવાનો સુરક્ષામા તૈનાત કરાતા હોય છે. આવા જવાનોએ લોકશાહિમા પોતાના મતાઘિકારનો ઊપયોગ કર્યો હતો. પોષ્ટલ બેલેટ પેપર થી આજ રોજ આશરે 350 લોકો મતદાન કરશે.વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદાર તેમજ ડેપ્યુટી જિલ્લા વિકાસ ચુંટણી અઘિકારી અને તાલુકા વિકાસ અઘિકારીઓના માર્ગદર્શન હેઠળ ચુસ્ત કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે, તમામ પ્રકારની તકેદારી રાખી શોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મતદારો મતદાન કરતા જોવા મળ્યા હતા.