વંશવાદ લોકશાહીનો સૌથી મોટો દુશ્મન - નીડર, બેબાક, સાહસી, આકાંક્ષી યુવાનો જ ભવિષ્યનો પાયો : પીએમ મોદી

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે દર વર્ષે તા.12 થી 16 જાન્યુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા સંસદ સમારોહને વર્ચ્યુઅલી સંબોધન કરતાં જણાવ્યું હતું કે નીડર, બેબાક, સાહસી અને આકાંક્ષી યુવાન જ ભવિષ્યનો પાયો નાખી શકે છે. દેશને નવી ઊંચાઈ પર લઈ જવા અને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય દેશના યુવાનોના ખભા પર છે. લોકશાહીનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છે. દેશ સમક્ષ આ પડકાર છે જેને જડમૂળથી ઉખાડવો પડશે. હવે જેમણે 'અટક' ની સહાયથી ચૂંટણી જીતી લીધી છે તેમના દિવસો પૂરા થયા છે. રાજનીતિમાં વંશવાદનો રોગ હજી સુધી પૂર્ણ થયો નથી અને હજીપણ એવા લોકો છે જેમનું લક્ષ્ય પોતાના પરિવારની રાજનિતી અને રાજનીતિમાં પોતાના પરિવારને બચાવવાનો છે. રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે પ્રધાનમંત્રીએ યુવાનોને રાજનીતિમાં આવવા અને ભારતને નવી ઊંચાઇઓ ઉપર લઈ જવા માટેનું આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશના સામાન્ય યુવા રાજનિતીમાં નહીં આવે ત્યાં સુધી આપણું લોકતંત્ર નબળું જ રહેશે.
સ્વામી વિવેકાનંદને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સમય પસાર થતો ગયો દેશ આઝાદ થઈ ગયો પણ આપણે જોઈએ છીએ કે સ્વામીજીનો પ્રભાવ આજે પણ એટલો જ છે. આધ્યાત્મક, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર નિર્માણને લઈને જે કહ્યું તેમજ જનસેવા, જગસેવાને લઈને જે કહ્યું તે આપણા મન મંદિરમાં તીવ્રતાથી પ્રવાહીત થાય છે. વડાપ્રધાને કહ્યું હતું કે જે સમાજ સંકટોમાં પણ પ્રગતિનાં રસ્તા બનાવવાનું શીખી લે છે તે સમાજ પોતાનું ભવિષ્ય ખુદ લખે છે.
આ અવસર ઉપર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક તથા રમત ગમત મંત્રી કિરણ રીજીજું ઉપસ્થિત રહ્યા હતા. તા.12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com