વિસાવદર : મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું

વિસાવદર શહેર તેમજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમદાવાદના મોટેરા ખાતે ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ માંથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવેલ હોય જે અખંડ ભારતના નિર્માતા ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલનું અને ભારત રાષ્ટ્રનો ઘોર અપમાન બરાબર છે
સરકારે પોતાના નિર્ણય તાત્કાલિક ધોરણે રદ કરી રાષ્ટ્રના મહાપુરુષને સન્માન આપે અને જો સરકાર આ બાબતે નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ માટે તૈયાર રહે