વિસાવદર : સુરતના ઉદ્યોગપતિએ ઓક્સિજનની બોટલો પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો

સેવાભાવી લોકો દ્વારા અનનક્ષેત્રો, મંદિરો, શાળાઓ સમૂહ લગ્ન માં દાન કરવાને બદલે હવે ઓક્સિજન ની બોટલો ની સેવા કરવાની ફરજ પડી રહી છે વતન પ્રત્યે નું ઋણ અદા કરવા માટે સુરતના ઉદ્યોગપતિએ વિસાવદરમાં ઓક્સિજન ની બોટલો પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે
મૂળ વિસાવદરના અને હાલ સુરતમાં રહેતા બીપીન રામાણીએ હાલની કપરી પરિસ્થિતિમાં સુરતથી પોતાના વતન વિસાવદર આવી લોકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં, સેવાભાવી લોકોએ કરેલ કોરોના આઈસોલેશન સેન્ટરોમાં તથા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ઓક્સિજન ની બોટલ આપવાનુ શરૂ કર્યું છે હાલમાં ૨૫ જેટલી ઓક્સિજન ની બોટલો મંગાવી શરૂઆત કરી છે અને હજુ પણ જેમ જેમ ઓક્સિજનની બોટલો મળતી જશે તેમ તેમ લોકોને અને ગામડાઓમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્ર માં તથા ઘરે ઓક્સિજન ની બોટલો પૂરી પાડવાનું આયોજન કર્યું છે અને તેનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે તંત્રને સાથે રાખી જરૂરિયત મંદ વિસ્તારોમાં
ઓક્સિજન ની બોટલો અને તેની સાથે જરૂરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડવાનું સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરેલ છે આ સેવાકીય પ્રવૃતિના કારણે ઘણાં દર્દીઓને સમયસર ઓક્સિજન મળવાથી ફાયદો થઇ રહ્યો છે