સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને પાકિસ્તાને આપેલ ડોઝીયરને લઇ ભારતની પ્રતિક્રિયા

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને પાકિસ્તાને આપેલ ડોઝીયરને લઇ ભારતની પ્રતિક્રિયા

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના જુઠાણાને ફરી ખુલ્લુ પાડ્યું છે યુએન મહાસચિવ એંતોનિયો ગુટારસને પાકિસ્તાની રાજદૂત દ્રારા એક ડોઝિયર સોંપવામાં આવ્યું હતું જેના જવાબમાં ભારતે કડક પ્રતિક્રિયા આપી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ ટવીટ કરીને કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી આપવામાં આવેલ ડોઝિયર જુઠાણું છે અને તેની કોઇ વિશ્વસનીયતા નથી. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકીઓનો મોટો આશ્રયદાતા છે. તેણે એબટાબાદ યાદ રાખવું જોઇએ. જ્યાં અલ કાયદાનો મુખિયા ઓસામા બિન લાદેન ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો અને અંતે માર્યો ગયો હતો. નકલી દસ્તાવેજો આપવા એ પાકિસ્તાન માટે કોઇ નવી વાત નથી.