સુરત : 16 વર્ષિય કિશોરીને ભગાડી ગયેલા પ્રેમીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો

કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી 16 વર્ષિય કિશોરીને લગ્નની લાલચે ભગાડી ગયેલા પ્રેમીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે રહેતા શ્રમજીવી પરિવાનરી 16 વર્ષીય કિશોરી ઘરેથી શેમ્પુ લેવા ગઈ હતી અને ત્યારબાદ ઘરે પરત ફરી ન હતી જે અંગે શ્રમજીવી પરિવાર દ્વારા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ કિશોરીનું અપહરણ કરી ગયેલા પ્રેમી રાહુલ હરીભાઈ મેરને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.