સુરત : SOG ની ટીમે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એકને ઝડપી પાડ્યો

સુરતમાં ગેરકાયદે હથિયાર રાખનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાંથી એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે દેશી હાથ બનાવટની પિસ્ટલ અને જીવતા કાર્ટીઝ સાથે એકને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ.ઓ.જી. પોલીસનો શહેરમાં ગેરકાયદે હથિયાર રાખનારાઓને શોધી રહી છે. એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરા પ્રમુખ પાર્ક બ્રીજના નાકે રોડ પરથી પસાર થતા મીહિર ઉર્ફે મોનુ દાળીયાને ઝડપી પાડ્યો હતો. અને તેની ઝડતી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ મળ્યા હતાં. પોલીસે તેની પુછપરછ કરતા રીઢાએ પિસ્ટલ વેંચવા માટે ફરતો હોવાની કબુલાત કરી હતી. હાલ તો તેની વિરૂદ્ધ એસ.ઓ.જી.એ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.