સુરત : આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયું

21મી ફેબ્રુઆરીએ મતદાનના મહા પર્વએ મતદારો મતદાનથી વંચિત રહે તે માટે કેટલાક ભાજપના નેતાઓ દ્વારા હિરાના કારખાના સહિત ખાનગી કંપનીઓ કે જેઓના કર્મચારીઓ ભાજપથી વિમુખા થયા છે તેઓને ફોન કરી કારખાનાઓ રવિવારે ચાલુ રાખવા ધમકાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયો હતો. અને રવિવારે ફરજિયાત રજા રખાવવાની માંગ કરી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યુ હુતં કે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગર પાલિકાની ચુંટણીનું મતદાન થનાર છે. ત્યારે એમ્બ્રોઈડરી ફેક્ટરીઓ તેમજ હિરાના કારખાના સહિત અન્ય ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ હાલ ભાજપના રાજથી કંટાળ્યા હોય તેવા કારખાનાના માલિકોને ભાજપના કેટલાક નેતાઓ ફોન કરી ધમકાવી કારખાના શનિવારે બંધ રાખવા અને રવીવારે ચાલુ રાખવાનું દબાણ કરી રહ્યા છે. આમ ભાજપના નેતાઓ દાબ, દબાણ અને ધાક ધમકી દ્વારા સુરતમાં મતદાનના દિવસે રવિવારે કારખાનાઓ અને ઓફિસો ચાલુ રાખી હજારો લોકોને મતદાનથી દુર રાખવાનું ઈરાદાપુર્વકનું ષડયંત્ર થઈ હ્યું છે. જેથી લોકશાહીના પર્વ ચુંટણીમાં વધુને વધુ લોકો મતદાનની પવિત્ર ફરજ બજાવી શકે તેવા શુભ ઉદ્દેશ્યથી ચુંટણી પંચ દ્વારા પણ મતદાનના દિવસ તરીકે રવિવારને પસંદ ક રાયો હોય ત્યારે આ રીતે ભાજપના નેતાઓ દ્વારા દબાણ અને ધમકી આધારે લોકોને મતદાનથી દુર રાખવાની બાબત અત્યંત ગંભીર છે અને મુક્ત તેમજ ન્યાયી ચુંઠણીના સિદ્ધાંત વિરૂદ્ધનું છે જેથી મતદાનના દિવસે બળજબરીપુર્વક કારખાના અને ઓફીસો ચાલુ રાખનારાઓ સામે પગલા લેવાની માંગ કરાઈ હતી. સાથે આ અંગે તંત્ર દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને પણ મતદારોને તેઓના મત આપવાના અધિકારને પુર્ણ કરવા આહવાન કરવા જણાવ્યુ હતું.
હાલ એક દિવસ અગાઉ જ એક હિરાના કારખાનાના માલિકને ભાજપના નેતાના નામે ફોન કરી અજાણ્યાએ ધમકાવ્યો હોવાનો ઓડીયો વાયરલ થયા બાદ હવે આપ દ્વારા આવેદન પત્ર આપી ભાજપ સામે આક્ષેપો કરાયા છે. ત્યારે જોવુ એ રહ્યું કે આ વખતે કેટલા ટકા મતદાન થાય છે.