સુરત : આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના ઉપવાસ આંદોલનનો પાંચમા દિવસ

સુરત મહાનગર પાલિકાના બજેટમાં રજુ કરાયેલા ટેક્ષ્ટાઈલ માર્કેટની લીઝ વધારો અને સાથે પાણી વેરો નાબુદ કરવાની માંગ સાથે વિરોધ કરતા આપના વિપક્ષી કોર્પોરેટરો સાથે કરાયેલ અસભ્ય વર્તનના વિરોધમાં ઉપવાસ આંદોલન પર બેસેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે કોર્પોરેટર દર્મેશ વાવલિયાની તબિયત લથડી હતી.
સુરત મહાનગર પાલિકાના બજેટમાં રીંગરોડ ખાતે આવેલી સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટની જગ્યાની લીઝમાં કરાયેલો વધારો રદ્દ કરવા અને સાથે શહેર કેટલાક વિસ્તારમાં શરૂ કરાયેલ પાણી વેરો બંધ કરવાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ કરતા તેઓની સાથે પોલીસ અને મનપાના સાર્જન્ટોએ કરેલ અસભ્ય વર્તન અને કોર્પોરેટરો સામે કરાયેલ એપેડેમિક એક્ટ હેઠળની કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટીના સુરત મનપાના વિપક્ષી નેતાની આગેવાનીમાં આપના કાર્યાલયે ઉપવાસ આંદોલન કોર્પોરેટરોએ શરૂ કર્યા છે ત્યારે આપના કોર્પોરેટરોના ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે ધર્મેશ વાવલિયાની તબિયત લથડતી હતી.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના પાંચ પાંચ દિવસથી ઉપવાસ આંદોલન શરૂ થયા હોય જો કે તેમ છતા તંત્રના પેટનું પાણી હાલતુ ન હોય જેને લઈ આપના કોર્પોરેટરો સાથે કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.