સુરત : ઉગત આવાસમાં રહેતા ભૂવાએ 21 વર્ષીય યુવતી પર આચર્યું દુષ્કર્મ

ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉગત વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે પહેલાં પરિવાર સાથે રાંદેર આવાસમાં રહેતી હતી.. જ્યારે સમાજમાં ભૂવા તરીકે ઓળખાતા અને હાલ ઉગત આવાસમાં રહેતાં બિપીન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. તેની પત્નીને આ યુવતીના પિતાએ બહેન માની હોય તે સંબંધથી બિપીનની અવરજવર તેમના ઘરે રહેતી હતી અને આ યુવતી બિપીનને મામા તરીકે સંબોધન કરતી હતી. 2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. સાવકી માતા સાથે ફાવતું નહીં હોય આ યુવતી બિપીનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપીન મે 2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઈ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. પોતાનાથી અડધી વયની યુવતીનું યૌનશોષણ કરી તેને દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવા વિદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હાલ તો રાંદેર પોલીસે યુવતીની ફરિયાદ લઈ નરાધમ ભૂવા બિપીન સોંદરવાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.