સુરત : ઉધના બસ ડેપો પાસેથી અજાણ્યાની લાશ મળી આવી

ઉધના બસ ડેપો પાસેથી અજાણ્યાની લાશ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસ શરૂ કરી હતી.
સુરતના ઉધના ખાતે આવેલા ઉધના બસ ડેપો પાસેથી અજાણ્યાની લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે લોક ટોળુ ભેગુ થઈ ગયુ હતું. તો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી. અને લાશનો કબ્જો લઈ અજાણ્યાની ઓળખ શરૂ કરી હતી. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.