સુરત : કોઈ પણ પક્ષના ઉમેદવારે સોસાયટીમાં આવવુ નહી ના લાગ્યા બેનરો

પાસ સાથે વિવાદ વચ્ચે કોંગ્રેસમાં હવે કાર્યકરોનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં લિંબાયત વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ જ ઉમેદવારોનો વિરોધ કર્યો હતો. તો લિંબાયતની એક સોસાયટીમાં ભાજપ દ્વારા કોઈ પણ પક્ષના ઉમેદવારે સોસાયટીમાં આવવુ નહી તેવા બેનરો મારતા કોંગ્રેસીઓ મુંજવણમાં મુકાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે હાલ કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો છે. આમ ફણ દરેક ચુંટણીમાં કોંગ્રેસમાં આંતરિક જુથવાદ અને ઉમેદવારોની પસંદગીને લઈ વિરોધ જાય છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં કોંગ્રેસના જ ઉમેદવારોનું કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તો બીજી તરફ લિંબાયતની એક સોસાયટીમાં ભાજપ સિવાય કોઈ પણ પક્ષના ઉમેદવારે સોસાયટીમાં આવવુ નહી તેવા બેનરો મારતા કોંગ્રેસીઓ મુંજવણમાં મુકાયા છે.
હાલ તો પાસનો વિરોધ અને હવે કાર્યકરોનો પણ વિરોધ શરૂ થયો હોય જેને લઈ કોંગ્રેસી ઉમેદવાર કઈ રીતે જીતશે તે તો જોવુ રહ્યું...