સુરત : કેજરીવાલના રોડ શોમાં હજારોની સંખ્યામાં ઉમટી માનવમેદની

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરાયું હતું.સુરતના માનગઢ ચોક ખાતે થી રેલીએ પ્રસ્થાન કરી વરાછાના વિવિધ વિસ્તારમાં ફરી હતી..રેલી માં અરવિંદ કેજરીવાલ પણ જોડાયા હતા.આપની 27 બેઠક પર જીત થતા શક્તિપ્રદર્શન કર્યું હતું.
સુરતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી મા સુરત માં આ વખતે ખરાખરી નો જંગ જામ્યો હતો.જેમાં સુરત મા આમ આદમી પાર્ટી ની 27 બેઠકો પર જીત થઈ હતી..જે વિસ્તાર માં આપ ની 27 બેઠકો આવી તે વિસ્તાર મા ગત ટર્મ મા કોંગ્રેસ ની જીત થઈ હતી.જોકે આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી મા કોંગ્રેસ ની ભૂંડી હાર થઈ હતી..કોંગ્રેસ ને સુરત મા એક પણ સીટ મળી ના હતી.આમ કોંગ્રેસ નો સફાયો કરી આપે 27 બેઠક પર ઝાળું લગાવી દીધું હાતું..જેથી આજરોજ દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત ની મુલાકાતે આવ્યા હતા અને આજરોજ વરાછા ના માનગઢ ચોક ખાતે થી શક્તિપ્રદર્શન કરી વિશાળ રેલી યોજી હતી..આ રેલી મા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત સાથે જ આર્મી જવાનો ને તૈનાત કરાયા હતા ...આમ આદમી પાર્ટી ની રેલી વરાછા ના વિવિધ વિસ્તાર મા ફરી હતી ..અરવિંદ કેજરીવાલ દ્વારા જીતેલા કોર્પોરેટર નો ઉત્સાહ વધાર્યો હતો અને સૌ ને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ હારેલા ઉમેદવારો ને પણ પ્રોત્સાહન પૂરી પાડ્યું હતું.અરવિંદ કેજરીવાલે વરાછા વિસ્તાર ના મતદારો નો આભાર માન્યો હતો..અને આગામી પાંચ વર્ષ મા દિલ્હી જેવા કામ સુરત માં થશે તેવી બાંહેધરી આપી હતી.