સુરત : કોરોના દર્દીઓને ગીત સંભળાવી પોઝિટિવિટીનો અનુભવ કરાવવાનો પ્રયાસ

સુરતમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ગીત સંભળાવી પોઝિટિવિટીનો અનુભવ કરાવવાનો પ્રયાસ માય એફએમના આરજે મેડી દ્વારા કરાયો હતો. આરજે મેડીના શિરડીવાલે સાંઈબાબા ગીત પર કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીઓએ તાલ મીલાવ્યો હતો. જેમાં સ્ટાફે પણ સાથ આપ્યો હતો.
કોરોના પોઝિટિવ આવ્યા પછી વિચારો નેગેટિવ થઈ જતા હોય છે અને ચારે બાજુ નેગેટિવિટી જોવા મળે છે. પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્થિતિ તો માત્ર તેઓ જ સમજી શકે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ સકારાત્મક અને સકારાત્મક વિચારો થકી કેવી રીતે સારવારનો સમય પસાર કરી શકાય એ અંગે સુરતના કોવિડ હોસ્પિટલમાં દર્દીએ જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમા કેસો વધી રહ્યા છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં માય એફએમના આરજે મેડી દ્વારા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પોઝિટિવિટી આપવા માટે એક પ્રયાસ કર્યો હતો. એક કલાક જેટલો સમય કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે રહી તેમને ગીતે સંભળાવ્યા હતા. જેથી દર્દીઓ પણ ખુશ થઈ ગયા હતા. ગીત સાથે તેમણે પણ તાલ મીલાવ્યો હતો. આ સાથે જ તેમણે દર્દીઓને હિંમત આપી હતી. આ પ્રયાસમાં અનિસ અને યુથ નેશન સંસ્થાએ સહયોગ આપ્યો હતો.