સુરત : કોરોનાને મ્હાત આપી 1697 દર્દી ઘરે પહોંચ્યા

સુરતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે અને ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યુ છે. ત્યારે મંગળવારે નવા 2269 પોઝીટીવ કેસ આવતા નોંધાયા હતાં. તો કોરોનાથી વધુના 27 ના મોત નિપજ્યા હતા જ્યારે કોરોનાને મ્હાત આપી 1697 દર્દી ઘરે પહોંચ્યા હતાં.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેને લઈ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે સુરત મહાનગર પાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 1858 અને જિલ્લામાં 411 મળી કોરોનાના નવા 2269 પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક 1,08,774 થયો છે. સુરત શહેર અને જિલ્લામાં વધુ 27 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,698 છે. સુરત શહેરમાંથી 1225 અને જિલ્લામાંથી 472 મળી કુલ 1697 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 84,661 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,415 છે. જેમાં સુરત સિટીમાં 85,108 કોરોના પોઝિટિવ કેસમાં 1367 ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 23,666 કોરોના પોઝિટિવ કેસમાં 331 ના મોત થયા છે. સુરત શહેરમાંથી 65,690 અને સુરત જિલ્લામાં 18,971 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.