સુરત : કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર પણ દેખાઈ

સુરતમાં વધતા કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર પણ દેખાઈ રહી છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિયેશન દ્વારા અગત્યના કામ સિવાયની કામગીરીથી અળગા રહેવા માટે ઠરાવ પસાર કર્યો છે. વકીલ મંડળ દ્વારા 25 માર્ચ થી 5 એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે તેવુ જાણવા મલ્યુ છે.
સુરત ડીસ્ટ્રીક બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જજને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. કોર્ટ બિલ્ડિંગ 10 માળનું હોવાથી લગભગ તમામ લોકો લિફ્ટનો પણ મહત્તમ ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા સમયમાં સુરત કોર્ટના કર્મચારીઓ અને વકીલો પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશન દ્વારા આજે મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સુરત બાર એસોસિએશન દ્વારા આ અંગે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક જજને પણ લેખિતમાં જાણ કરી છે. કોરોના સંક્રમણને કારણે કેટલાક મહત્ત્વના કેસમાં જો પક્ષકાર હાજર ન રહેતો તેની સામે વોરંટ ઈસ્યુ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. કેસને યથાસ્થિતિ રાખીને અન્ય તારીખ કાપવા માટે વિનંતી કરી છે.વકીલ મંડળ દ્વારા રિમાન્ડ અરજી, જમીન અરજી વગેરેના કામોને બાદ કરતા અન્ય કામોથી અળગા રહેવા માટે નિર્ણય લેવાયો છે. સુરત શહેરમાં રોજના કોરોના સંક્રમણના કેસ વધતા વરિષ્ઠ નાગરિકોને કોર્ટમાં ન આવવા માટે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે.