સુરત : કતારગામ વિસ્તારની મુલાકાત લેતા મેયર હેમાલી બોઘાવાલા

સુરતના વિવિધ વિસ્તારોની સમસ્યા જાણવા અને તેના નિવેડા અંગે મેયરે નવી પહેલ શરૂ કરી છે જેમાં કતારગામ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક સમસ્યાઓ જાણી મેયર અને કોર્પોરેટરોએ સમસ્યાનો વહેલી તકે નિવેડો આવે તેવી યોજના ઘડી હતી.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી વારંવાર કોઈને કોઈ સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરાતો હોય છે. ત્યારે સુરત મેયર હેમાલી બોઘાવાલાએ સ્થાનિક કોર્પોરેટરો સાથે મળી વિસ્તારોની મુલાકાત લઈ તેઓની સમસ્યાઓ જાણી તેના નિકાલની યોજના ઘડી છે. જમાં શનિવારે મેયર હેમાલી બોઘાવાલાએ વોર્ડ નંબર 7 કતારગામ વિસ્તારની મુલાકાત લીધી હતી. સ્થાનિક કોર્પોરેટરો સાથેની મુલાકાતમાં લોકોની સમસ્યાઓ જાણી તેના નિકાલ માટે યોજના ઘડી હતી.
સુરત મેયર હેમાલી બોઘાવાલા દ્વારા લોકોની સમસ્યાઓ જાણી તેના નિરાકરણ માટે કરાયેલી અનોખી કામગીરી આંખે ઉડીને વળગે તેવી હતી.