સુરત : ખાનગી હોસ્પિટલે લાખો રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ

સગરામપુરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં મહિલાને દાખલ કર્યા બાદ અલગ અલગ બિમારીના નામે લાખો રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ મૃત વૃદ્ધ મહિલાના પરિવારજનોએ કરી હોબાળો મચાવ્યો હતો. જો કે બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે ત્યાં પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
સગરામપુરા ખાતે આવેલી આશુતોષ હોસ્પિટલમ પર આક્ષેપ કરનાર મૃતક વૃદ્ધાના પુત્ર સંજયએ જણાવ્યું હતું કે, મારી 60 વર્ષિય માતા ભારતીબેન મણિલાલ પટેલ પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ સારવાર માટે 30મીએ આશુતોષ હોસ્પિટલે લાવ્યા હતા. 31મીએ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું કહેવાયું હતું. પહેલી એપ્રિલે આંતરડામાં કાણા હોવાનું કહેવાયું, બીજીએ હાર્ટની તકલીફ કહેવાય, કોઈ પણ ડોક્ટર સાચી માહિતી ન આપતો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું હતું. બીજી એપ્રિલે તબિયત ખરાબ હોવાનું કહી સવારે 7:30 વાગ્યાના બોલાવી લીધા હતાં. સમાજના તમામ લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતાં. તમામ ચિંતિત હતા. ભારતીબેન હયાત છે કે, એમનું મૃત્યુ થયું છે. એ બાબતે જાણવા માગતા હતાં. હોસ્પિટલના ડોક્ટરો ફોન ઉપાડવાની વાત તો દૂર કોઈ જવાબ આપવા તૈયાર ન હતાં. અને 11 વાગ્યા સુધી હોસ્પિટલની બહાર બેસીને ગરમીમાં લોટ પોટ થઈ ગયેલા પરિવારને કહેવાયું તબિયતમાં હવે સુધારો છે, પછી કહ્યું ફેફસામાં ઈન્ફેક્શન હોવાથી અને ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી નળી નાખવી પડશે. એટલે વેન્ટી ઉપર લેવું પડશે. પછી રાત્રે કહ્યું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ કહ્યું ગંભીર છે અને આજે સવારે 3 જીએ સવારે કહ્યું ભારતીબેનનું સવારે મોત નીપજ્યું છે શુ થયું, એ બાબતે ડોક્ટરો પાસે કોઈ જવાબ નથી. તો વધુમાં કહ્યુ હતું કે, મારી માતાએ 2જી એ જ વીડિયો કોલિંગથી વાત કરી હતી. લગભગ 5 મિનિટ સુધી વાત કરી હતી. ભોજનથી લઈ તમામ વાત કરી હતી. અહીંયાથી બીજી હોસ્પિટલમાં લઈ જવાની વાત પણ કરી હતી. અમે સિફટીગની વાત કરતા એટલે ડોક્ટરો કોઈને કોઈ સમસ્યા બતાવી દેતા, ખબર નથી પડતી કે મમ્મીને કોરોના થયો પણ હતો કે નહીં. પણ ક્યાંય કાઈંક રધાયું છે એ વાત નક્કી તેમ કહ્યુ હતું. મૃતક વૃદ્ધાના પરિવારજનો દ્વારા હોસ્પિટલે હોબાળો મચાવાતા પોલીસને બોલાવાઈ હતી.
હાલ તો કોરોનાની મહામારી વચ્ચે તબીબો અને હોસ્પિટલો પર બેદરકારીના આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે આ મામલે હવે તપાસ થશે કે કેમ તે જોવુ રહ્યું...