સુરત : ચૌટા બજારમાં ભીડનો લાભ લઈ સોનાની ચેઈન આંચકી લીધી

ચૌટા બજારમાં ભારત મસાલાવાળાની દુકાન સામેથી પસાર થતી મહિલાના ગળામાંથી અજાણી વ્યક્તિ ભીડનો લાભ લઈ સોનાની ચેઈન આંચકી લીધી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સલાબતપુરા રાવણતાડ ખાતે આવેલ મહેશ્વર મહાદેવ મહોલ્લામાં રહેતી ભાનુબેન પરમારએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ ચૌટા બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે ભારત મસાલાવાળાની દુકાન સામેથી પસાર થતા હતા તે સમયે ભીડનો લાભ લઈ અજાણી વ્યક્તિએ તેઓના ગળામાંથી 30 હજારની કિંમતની સોનાની ચેઈન ચોરી લીધી હતી. હાલ તો બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.