સુરત : તંત્ર કોરોનાના મોતના આંકડાઓ છુપાવી રહ્યાના આક્ષેપ

સુરત મનપાના આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા સહિત આપના કાર્યકરોએ પત્રકાર પરિષધ યોજી સરકાર અને તંત્ર દ્વારા કોરોનાના મોતના આંકડાઓ છુપાવવાઈ રહ્યા હોવાની સાથે સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં દવા, ઈન્જેકશનોનો અભાવ અને સારવાર પણ પાયાની ન અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકામાં વિપક્ષમાં આવી છે ત્યારથી જ શાસકો સામે બાંયો ચઢાવી રહી છે. ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા કરાતી કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાનો આક્ષેપ કરાયો હતો. આમ આદમી પાર્ટીએ જણાવ્યુ હતું કે, સરકાર અને તંત્ર કોરોનાના કારણે થયેલા મોતના આંકડાઓ છુપાવીને જુદો ખેલ પાડી રહી છે, સુરતની સિવીલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર, સુવિધા, દવા અને ઈન્જેક્શનોનો અભાવ, આરોગ્ય જેવી મહત્વની અને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં પણ રાજ્ય સરકાર અને મનપાના શાસકો નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો કર્યા હતાં. સાથે મેયર હેમાલીબેન દ્વારા શોસીયલ મીડિયામાં વાહવાહી મેળવવા અને પોતાની વ્યક્તિગત પબ્લીસીટી કરવા માટે વિડીયો જાહેર કરીને એવુ જણાવે છે કે સુરતના લોકોને સારવારમાં કાંઈ પણ જરૂર હોય મને સીધો ફોન કરજો જ્યારે તેઓને પુછાય છે તો ના પાડે છે તેવા અનેક આક્ષેપો કરાયા હતાં. જુઓ શુ કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા.
આમ આદમી પાર્ટી દ્વારા હાલ તો કોરોનાને લઈ સરકાર અને સ્થાનિય પ્રશાસન દ્વારા કરાતી કામગીરીને લઈ અનેક આક્ષેપો કરાયા છે. ત્યારે આવનાર સમયમાં પણ આપ દ્વારા તંત્ર દ્વારા કરાતી લાલીયાવાડીનો પ્રજા હિતમાં વિરોધ કરાશે તેમ પણ જણાવ્યુ હતું.