સુરત : તાપી નદીના બ્રિજ પરથી એક યુવાને લગાવી મોતની છલાંગ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંબોલીમાંથી પસાર થતી તાપી નદીના બ્રિજ પરથી એક યુવાને બેગ સાથે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોય વિડીયો સામે આવ્યો છે.
સુરતના કામરેજ ખાતે આવેલ અંબોલીમાંથી પસાર થતી તાપી નદી પર સાંજના સમયે એક યુવાન બ્રિજ પર ઉભો હતો. તે સમયે અચાનક જ યુવાને તાપી નદીમાં કુદી આપઘાત કર્યો હતો. યુવાન બેગ સાથે તાપી નદીમાં કુદી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. બનાવની જાણ ફાયરને કરાતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. જો કે મોડી રાત સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. હાલ બનાવને લઈ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.