સુરત : ત્રણ વર્ષની બાળાનું અપહરણ કરનાર રીઢાને પોલીસે ઝડપી પાડ્યા

ગત જાન્યુઆરી માસમાં પાંડેસરામાંથી ત્રણ વર્ષની બાળાનું અપહરણ કરી ભાગી છુટેલા યુવાનને સુરત આવતા જ રેલ્વે સ્ટેશન પાસેથી તેને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા બાદ પંચમહાલ જઈ બાળાને પણ હેમખેમ મુક્ત કરાવી હતી.
પાંડેસરા ગોવાલક રોડ પાસેથી ગત 17 જાન્યુઆરીના રોજ એક ત્રણ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરાયુ હતું. જે અંગે બાળાના પાલક પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે બાળા અને અપહરણ કરનારની પોલીસને જાણ ન હોય પોલીસે સતત ત્રણ મહિને તપાસ કર્યા બાદ પાંડેસરા પોલીસ મથકના પોલીસ કર્મચારી ને મળેલી બાતમીના આધારે આરોપી સંજય સુરત રેલ્વે સ્ટેશને આવતા જ તેને ઝડપી પાડ્યો હતો. અને તેની પુછપરછ કરતા તેણે બાળાને પંચમહાલ ખાતે તેની કુટુંબી મામી પાસે મુકી હોવાનુ જણાવતા પાંડેસરા પોલીસે પંચમહાલ જઈ ત્યાંથી હેમખેમ બાળાને મુક્ત કરાવી સુરત લઈ આવી હતી.
હાલ તો સુરત પાંડેસરા પોલીસે સતત ત્રણ મહિને તપાસ કરી એક શ્રમજીવી પરિવારની અપહ્યત થયેલી બાળાને મુક્ત કરાવી હતી અને હાલ બાળાને ચાઈલ્ડ હોમમાં મુકી હોવાનું જણાવ્યુ હતું. જો કે બાળાનું અપહરણ કેમ કરાયુ તે અંગે પોલીસે જણાવ્યુ ન હતું.