સુરત : નજર ચુકવી હિરાના પડીકા બદલી નાંખનાર આરોપી ઝડપાયો

નજર ચુકવી હિરાના પડીકા બદલી નાંખી નાસી જનાર બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
વરાછા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે હિરાના દલાલ અને વેપારીઓ સાથે ધંધાની વાતો કરી તેઓની નજર ચુકવી હિરાના પડિકા બદલી નાંખનાર મુળ અમરેલી બગસરાનો અને હાલ સરથાણા ખાતે રહેતા ઠગ રાહુલ કથીરીયાને વરાછા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. અને પુછપરછ કરતા રીઢાએ વરાછા તથા કાપોદ્રા પોલીસ મથકની હદમાં બે ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. હાલ વરાછા પોલીસે રીઢાની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.