સુરત : નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવ્યો

સુરત નવી સિવિલ હોસ્પિટલ અનેકવાર ખોટા કામોને લઈ બદનામ થઈ ચુકી છે ત્યારે મંગળવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી દેશી દારૂની પોટલીઓ મુકેલ કોથળો મળી આવ્યો હતો. જેને લઈ ડિન અને પોલીસને જાણ કરાઈ હતી.
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી દારૂના 7 પોટલા મળી આવ્યા હતાં. લાકડા કાપવા વાળાઓને દારૂ ભરેલી સિમેન્ટની થેલી મળી આવ્યાં બાદ તેમાં તપાસ કરતાં દેશી દારૂની મોટી પોટલીઓ મળી આવી હતી. જેથી તાત્કાલિક સિક્યુરિટી સુપરવાઈઝરને જાણ કરવામાં આવી હતી. બાદમાં મેડિકલ કોલેજના ડિન અને અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી હાલ દારૂ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દારૂ અંગે એક સ્કૂટી સવાર પર આશંકા વ્યક્ત કરાઈ છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી દારૂ સૌ પ્રથમ લાકડા કાપવાવાળાને ધ્યાનમાં આવ્યો હતો. જેથી તેમણે દારૂની પોટલીઓ અંગે સિવિલ હોસ્પિટલના સિક્યુરિટીને જાણ કરી હતી. સિક્યુરિટી દ્વારા તેમના સુપરવાઈઝરને લઈને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં. જેથી બાદમાં તેમણે મેડિકલ કોલેજના ડિન અને પોલીસને દારૂના જથ્થા અંગે જાણ કરી હતી. હાલ તો નવી સિવિલ હોસ્પિટલમાં નશાના ચાલતા કારોબારને લઈને પણ સવાલો ઉભા થયા છે. ત્યારે સમગ્ર પોલીસે તપાસ હાથ ધરી છે.