સુરત : નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મહિલાની છેડતી

સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા બાથરૂમમાં ગયેલી મહિલા પાછળ એક યુવાન ઘુસી ગયો હતો અને કપડા કાઢી પેશાબ કરવા લાગ્યો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો.
સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલી બાથરૂમમાં એક મહિલા ગઈ હતી ત્યારે એક યુવાન તેની પાછળ ગયો હતો અને ત્યાં કપડા કાઢી યુવાન પેશાબ કરવા લાગ્યો હતો. જેને લઈ મહિલાએ બુમાબુમ કરી હતી. અને દોડીને મહિલા બાથરૂમ બહાર આવી ગઈ હતી. મહિલાએ બુમાબુમ કરતા લોકો ભેગા થયા હતા. અને હોબાળો થઈ ગયો હતો.