સુરત : પાંચ વર્ષીય બાળાને નાસ્તો કરાવવાની લાલચ આપી અપહરણ

પાંડેસરા ખાતે આવેલ સત્યનારાયણ મનગર ખાતેથી પાંચ વર્ષીય બાળાને નાસ્તો કરાવવાની લાલચ આપી અપહરણ કરી જનારને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો હતો.
પાંડેસરા પોલીસમથકની હદમાં આવેલ પાંડેસરા સત્યનારાયણ નગર ખાતેથી પાંચ વર્ષીય બાળાને નાસ્તો કરાવવાની લાલચ આપી તેણીનું અપહરણ કરી જનાર પાંડેસરા ખાતે જ રહેતા દદુ બેસાખુ રાવતને રેલ્વે પોલીસે બાળા સાથે ઝડપી પાડ્યો હતો. અને તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપતા વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે.