સુરત : પાંચ વર્ષીય બાળકીનુ કરફ્યુને કારણે રીક્ષા નહી મળતા મોત

પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય બાળકીનુ કરફ્યુને કારણે રીક્ષા નહી મળતા મોત નીપજવા પામ્યુ છે. આ બાળકીને ઝાડા ઉલ્ટી થયા હતા અને તબીયત વધુ ગંભીર બની હતી માતા પાંચ કિલોમીટર ચાલી પરંતુ રસ્તામાં બાળકીનુ મોત થવા પામ્યુ હતુ.
પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જોકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું. માતા બાળકીને પોતાના ઘરેથી લઈને અંદાજે પાંચેક કિલો મીટરથી વધુ સોસિયો સર્કલ સુધી ચાલીને આવી ગઈ હતી. હવે ત્યાંથી માત્ર દોઢેક દૂર જ સિવિલ હોસ્પિટલ હતી. પરંતુ એ અગાઉ જ બાળકીએ દમ તોડી દીધો હતો. જેથી માતાએ રસ્તા વચ્ચે જ હૈયાફાટ રૂદન કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ પેદા થયો છે.
બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણેતેફોન કરી શકી નહતી ઉપરથી કરફયુ હોવાથીરીક્ષા કે અન્ય વાહનો પણ નહી મળતા બાળકીનુ મોત નીપજવા પામ્યુ છે.