સુરત : પાંચમા દિવસે પણ રિસેડેન્ટ તબીબોની હડતાળ યથાવત

પાંચમા દિવસે પણ સુરત નવી સિવિલ હોસ્પિટલના રિસેડેન્ટ તબીબોની હડતાળ યથાવત રહી છે. તો રવિવારે રેસિડેન્ટ તબીબોએ રેલી કાઢી કેમ્પસમાં જ વિરોધ કર્યો હતો.
પાંચમા દિવસે સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ જારી રહી હતી. સામે સરકાર પણ નમતું જોખવા તૈયાર નથી. પાંચમા દિવસે તબીબોએ સિવિલ કેમ્પસમાં બેનરો સાથે રેલી કાઢી તબીબોએ પોતાની માંગ મૂકી હતી. અને સોમવારથી હડતાળ ઉગ્ર બનશે એવી ચીમકી પણ આપી હતી. બીજી તરફ મેડિકલ કોલેજના ડીને હોસ્ટેલ ખાલી કરવા નોટીસ આપી છે. જે મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોએ કહ્યું હતું કે, જો હોસ્ટેલ ખાલી કરાવાશે તો અમે ફૂટપાથ પર સામાન લઈને બેસી જઈશું, પણ આ લડત ચાલુ રાખીશું.
હડતાળને કારણે દર્દીઓને પડતી હાલાકી દુર કરવા દરદી સવા સમિતિએ આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગને વિનંતી પત્ર લખ્યો હતો. દર્દીઓ સારવાર વગર હેરાન-પરેશાન થઈ રહયા છે. ઉપરાંત દર્દીઓના પરીવારજનો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અત્રે અસંખ્ય દર્દીઓ હેરાન પરેશાન થઈ રહયા છે. રેસીડેન્ટ ડૉક્ટરની હળતાલ વચ્ચે દર્દીઓને સારવાર મળતી નથી. તેઓને હાલાકી વેઠવી પડે છે.