સુરત : પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા ચેઈન સ્નેચરોને ઝડપી પાડ્યા

પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા ચેઈન સ્નેચરોને ઝડપી પાડી ખટોદરા પોલીસ મથકના ચેઈન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પાંડેસરા પોલીસે ત્રણ રીઢા ચોરો જેમાં અક્ષય ઉર્ફે કાલુ ઉત્તપુરે, સુનીલ પાંડે અને બંટી જયસ્વાલ ને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડતી લેતા રીઢાઓ પાસેથી સોનાની ચેઈનો તથા ટુકડાઓ મળી આવ્યા હતા. પોલીસે તેઓ પાસેની મોટર સાઈકલ અને દાગીના મળી 1 લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી. અને પુછપરછ કરતા રીઢાઓએ ખટોદરા પોલીસ મથકની હદમાંથી ચેઈન સ્નેચીંગ કરી હોવાની કબુલાત કરી હતી જેથી પાંડેસરા પોલીસે રીઢાઓનો કબ્જો ખટોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.