સુરત : પાલિકાના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવાનો હુકમ કરાયો

સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ પાલિકાના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવાનો હુકમ કરાયો છે તો સાથે ટેસ્ટીંગ, વેક્સીનેશન અને માઈક્રો કન્ટેનમેન્ટની કામગીરીમાં અધિકારીઓને જોડાવવા જણાવ્યુ હતું. સાથે પોલીસની ટીમ સાથે રાખી સતત પેટ્રોલિંગ કરવા પણ પાલિકા દ્વારા અધિકારીઓને જણાવાયુ છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યો છે ત્યારે હવે સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાને લઈ મનપાના તમામ કર્મચારી અને અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. સુરતમાં કોરોનાના નવા ટ્રેન્ડને કારણે ઝડપથી વધી રહ્યું છે. સંક્રમણ ઝડપથી ફેલાતો હોવા છતાં સુરતમાં અનેક જગ્યાએ ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિને કારણે આગામી દિવસોમાં સુરતની હાલત વધુ કફોડી બને તેવી શક્યતા નકારી શકાતી નથી. ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા વધુ સતેજ બન્યું છે. સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા તમામ કર્મચારીઓની આગામી 30મી એપ્રિલ સુધી રજા રદ્દ કરવાનો હુકમ કર્યો છે અને ટેસ્ટીંગ, વેક્સીનેશન તથા માઈક્રો કન્ટેનમેન્ટની કામગીરીમાં જોડાવવા જણાવ્યુ છે. તો સુરત પોલીસની ટીમ સાથે રાખી સતત પેટ્રોલિંગ રવાની સાથે માઈક્રો કન્ટેનમેન્ટ એરિયા માટે 50 ટિમો બનાવવામાં આવી હોવાનું જણાવાયુ હતું. જે સવાર અને સાંજે પેટ્રોલિંગ કરશે અને જે કોઈ નિયમોનો ભંગ કરશે તો કાર્યવાહી કરશે તેમ સુરત મનપાના અધિકારી કમલેશ નાયકે જણાવ્યુ હતું.
સુરત શહેરમાં કોરોના બેકાબુ થયો છે ત્યારે કોરોના સંક્રમણ ઘટાડવા માટે મનપા તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે સાથે હવે કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે પણ સખતાઈ કરાશે તેમ મનપા કમિશનરે જણાવ્યુ હતું.