સુરત : પિસ્તોલ જેવા હથીયાર સાથે સ્ટંટ કરતો વીડિયો થયો વાયરલ

સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા ભૂતકાળમાં અનેક વીડિયો વાઈરલ થયા છે. જેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથીયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ સુરત શહેરની છે. જેથી આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે, કેમ તે પણ એક મોટો વિષય છે.
સુરતમાં ભૂતકાળમાં બાઈક પર સ્ટંટ કરતા કપલ, કોલેજીયન યુવતી અને યુવકનો વીડિયો વાઈરલ થયો હતો. જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા આ વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. બાઈક કબ્જે કરી ધરપકડ કરવા સુધીની કડક કાર્યવાહી કરી હતી. ત્યારે સુરતના સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથિયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં એક યુવક બુલેટ બાઈક પર હથિયાર બતાવી તેમજ છુટ્ટા હાથે બાઈક ચલાવતો નજરે પડી રહ્યો છે. વાઈલરલ થયેલા આ વીડિયોમાં જે બાઈક દેખાઈ રહી છે તેનો નંબર સુરત શહેરનો છે. ઉલ્લેખનીય છે કે હાલના જમાનામાં યુવા વર્ગ સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે અવારનવાર વાઈરલ થાય તેવા વીડિયો શૂટ કરતા હોય છે. પરંતુ ઘણી વખત તેમની આ નાદાની તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલી દે છે.આ વીડિયો ઉતારનાર વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પર એકાઉન્ટ પણ ધરાવે છે ત્યાં તેના ખૂબ ફોલોઅર્સ પણ છે ત્યારે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે આવનારા સમયમાં ખબર પડશે.