સુરત : ફાયર સુવિધા ઉભી ન કરનારાઓ સામે ફાયર વિભાગની લાલ આંખ

સુરતમાં ફાયર સુવિધા ઉભી ન કરનારાઓ સામે ફાયર વિભાગની કામગીરી સોમવારે પણ યથાવત રહી હતી અને અડાજણમાં એકવા કોરિડોર શોપિંગ સેન્ટરમાં ફાયર સુવિધા ન હોય જેને લઈ આખા શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ કરાઈ હતી.
સુરતમાં આગની ઘટનાઓ અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા તમામ શોપીંગ મોલ, કોમ્પલેક્ષ અને માર્કેટોને ફાયર સુવિધા ઉભી રાખવા માટે નોટીસો અપાઈ રહી છે જો કે તેમ છતા હજુ પણ અનેક જગ્યાએ ફાયર સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફાયર સુવિધા ઉભી ન કરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે. જેમાં અડાજણ ખાતે આવેલ સ્ટાર મોલની બાજુના એક્વા કોરિડોર શોપિંગ સેન્ટરમાં ફાયર સુવિધા ઉભી ન કરાતા શોપિંગ સેન્ટરની તમામ દુકાનોને સિલ કરાઈ હતી.
સુરતમાં વારંવાર ફાયર વિભાગ દ્વારા ફાયર સુવિધા ઉભી કરવા માટે નોટીસો અપાઈ રહી હોવા છતા પણ અનેક જગ્યાએ હજુ પણ ફાયર સુવિધા ઉભી કરાઈ નથી જેને લઈ ફાયર વિભાગે લાલ આંખ કરી છે.