સુરત : બીબીએના વિદ્યાર્થીને બેફામ આવેલા ટ્રકના ચાલકે કચડી માર્યો

સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ રીતે હંકારી શહેરીજનોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે કતારગામ વિસ્તારમાં એક આશાસ્પદ બીબીએના વિદ્યાર્થીને બેફામ આવેલા ટ્રકના ચાલકે કચડી માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.
કતારગામ વિસ્તારમાં એક બેફામ ટ્રક ચાલાકે યમદૂત બનીને બીબીએના વિદ્યાર્થી જય ઈટાલિયાને કચડી નાખ્યો હતો, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનું આજ રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રક ડ્રાઈવર સંપૂર્ણ પણે બેફામ બનીને ટ્રક હંકારતો હતો, જેની ઝપેટે વિદ્યાર્થી આવી ગયો હતો, અકસ્માતની ઘટના બનતા તુરંત ટ્રક ડ્રાઈવર ટ્રકમાથી નાસી ગયો હતો. એ સમયે ઘટના સ્થળે જે લોકો હાજર હતા તેમણે તેને પકડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ટ્રક અટકતા વિદ્યાર્થી લોહી-લુહાણ હાલતમાં બહાર નીકળવાના મરણયા પ્રયત્નો કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે સુરતમાં ચાર વાગ્યા પછી ભારી વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં પોલીસની રહેમ નજર અને હપ્તાખોરીને કારણે આવા હેવી વાહનો ડ્રાઈવરો ચલાવી રહ્યા છે. નાના વાહન ચાલકો હેલ્મેટ કે પીયુસી વગર વાહન ચલાવે તો પોલીસ વાહન જપ્ત કરે છે અને મસમોટો દંડ ફટકારે છે. પરંતુ જાહેરનામાના ભંગ બદલ પોલીસ હેવી વાહન ચાલકોને રોકતી કે પકડતી નથી તે ચર્ચાનો વિષય