સુરત બ્રેકીંગ : બ્રાન્ડેડ કંપનીના નકલી એન્જિન ઓઇલનું ગોડાઉન ઝડપાયું

સુરત બ્રેકીંગ
કાપોદ્રામાં બ્રાન્ડેડ કંપનીના નકલી એન્જિન ઓઇલનું ગોડાઉન ઝડપાયું
ગોડાઉનમાંથી પોલીસે નકલી ઓઈલના 56 ડબ્બા મળી આવ્યા
ગોડાઉનમાંથી પોલીસે નકલી ઓઈલના 56 ડબ્બા મળી આવ્યા હતા.
બેની ધરપકડ, ગાડી સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
કાપોદ્રામાં પોલીસે દરોડો પાડી વેસ્ટેજ ઓઇલને ડબ્બામાં પેક કરી બ્રાન્ડેડ કંપનીના નામ અને લોગો સાથે નકલી એન્જીન ઓઇલનુ ગોડાઉન ઝડપી પાડ્યું
ગોડાઉન માંથી પોલીસે નકલી ઓઈલના 56 ડબ્બા, ઉપરાંત બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, લોગો, પેકિંગ અને સીલિંગનું મશીન તેમજ કાર મળી 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
આરોપીઓ સામાન્ય અને વેસ્ટેજ ઓઈલને ડબ્બામાં પેક કરી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને ઉંચા ભાવે વેચતા હતા.
આરોપી યોગેશ છેલ્લા ચાર વર્ષથી આ ગોરખ ધંધો કરતો હતો