સુરત : ભાજપના વોર્ડ નંબર 18ના મુખ્ય ચુંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં હવે પ્રચાર ઝુંબેશ શરૂ થયુ છે. ત્યારે ભાજપના વોર્ડ નંબર 18ના મુખ્ય ચુંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયુ હતું. જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સુરત મનપાના 30 વોર્ડના 120 ઉમેદવારો ભાજપના નક્કી થયા છે. ત્યારે વોર્ડ નંબર 18ના ભાજપના ઉમેદવાર દિનેશ પુરોહિત, દર્શિનીબેન કોઠીયા, અમિતાબેન પટેલ અને ગેમરભાઈ દેસાઈના કાર્યાલયનું મંગળવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં.
હાલ તો ભાજપના વોર્ડ નં. 19ના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન થતા જ કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ચુંટણી પ્રચાર શરૂ કર્યુ હતું.