સુરત : ભાઠેનાના યુવાનને આઈસર ટેમ્પાના ચાલકે અડફેટે લીધો

ભેસ્તાન ઈ.ડબ્લ્યુ.એસ. આવાસ માં આવેલ પાંજરાપોર પાસેથી પસાર થઈ રહેલા ભાઠેનાના યુવાનને આઈસર ટેમ્પાના ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે અકસ્માત બાદ આઈસરનો ચાલક આઈસર સ્થળે જ મુકી ભાગી છુટ્યો હતો. તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ રીતે હંકારી અનેકવાર લોકોના જીવ લઈ રહ્યા છે ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ભેસ્તાન ખાતે આવેલ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસ પાસેથી બાઈક લઈ પસાર થઈ રહેલા ભાઠેના ખાતે રહેતા યુવાન રફિક શેખને બેફામ દોડી રહેલા આઈસર ટેમ્પાના ચાલકે અડફેટે લીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રફિક શેખને માથામાં અને શરીરે ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. તો અકસ્માતને અંજામ આપી ચાલક આઈસર ટેમ્પો સ્થળે જ મુકી ભાગી છુટ્યો હતો. બનાવની જાણ થતા લોક ટોળુ ભેગુ થયુ હતુ અને પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો ટેમ્પા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં ટેમ્પાની અડફેટે આવ્યા બાદ બાઈક સવાર ઘસડાયો હતો.