સુરત : મંગળવારી બજારમાં મહિલાના ગળામાંથી મંગળસુત્રની ચોરી

ડિંડોલી પોલીસ મથકની સામે આવેલ ખુલ્લા મેદાનમાં ભરાતા મંગળવારી બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાંથી મંગળસુત્ર અને માતા સાથે ગયેલી બાળાના ગળામાંથી પેન્ડલની ચોરી કરી અજાણી વ્યક્તિ ભાગી છુટી હોવાના બનાવો પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી પોલીસ મથક સામે ખુલ્લા મેદાનમાં ભરાતા મંગળવારી બજારમાં ખરીદી કરવા ગયેલી ડિંડોલીમાં રહેતા રત્નાબેન રાજપુતના ઘગળામાંથી અજાણ્યાએ ભીડનો લાભ લઈ સોનાનો મંગળસુત્ર ચોરી લીધો હતો. જ્યારે ડિંડોલીમાં જ રહેતી રાજેશ્રીબેન પાટીલની દોઢ વર્ષીય પુત્રીના ગળામાંથી અજાણ્યાએ સોનનો પેન્ડલ ચોરી લીધો હતો. હાલ તો બનાવ અંગે ડિંડોલી પોલીસે ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.