સુરત : મોજશોખ માટે વાહનો ફેરવવા પેટ્રોલની ચોરી

સુરતમાં ઘણા સમથી પેટ્રોલ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પાંડેસરા ભેસ્તાન ખાતે આવેલ રામનગર સોસાયટીમાં પેટ્રોલ ચોરી કરનાર સીસીટીવીમાં કેદ થયો છે.
સુરતમાં વારંવાર પેટ્રોલ ચોરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે પાંડેસરા ભેસ્તાન ખાતે આવેલ રામનગર સોસાયટીમાં ઘણા સમયથી વાહનોમાંથી પેટ્રોલની ચોરી થતી હતી. જે અંગે સ્થાનિકોએ સોસાયટીમાં સીસીટીવી લગાડતા રાત્રીના સમયે વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરનાર રીઢો સીસીટીવીમાં કેદ થયો હતો. તો મોજશોખ માટે વાહનો ફેરવવા પેટ્રોલની ચોરી કરાતી હોવાનું હાલ લાગી રહ્યું છે. ત્યારે રાત્રીના સમયે વાહનોમાંથી પેટ્રોલની ચોરીની અનેક વિસ્તારમાં ફરિયાદો ઉઠી રહી છે જેને લઈ પોલીસે પણ નાઈટ પેટ્રોલિંગ વધારવાની જરૂર હોય તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી રહી છે.