સુરત : મુની ઈન્ટનરેશનલ એકેડમીની શરૂઆત કરાઈ

સુરતમાં હવે મુની ઈન્ટરનેશનલ એકેડમી શરૂઆત કરાઈ છે ત્યારે બિહાર પટનાથી સંસ્થાપક સુરત આવ્યા હતા અને એકેડમીની શરૂઆત કરાવી હતી જે પ્રસંગે મીડિયા સાથે પણ તેઓએ વાત કરી હતી.
સુરત શહેર અને સમગ્ર ગુજરાત માટે ગર્વ સમાન વાત હોય તેમ સુપર થર્ટીના સંસ્થાપક એવા બિહાર પટનાના આનંદકુમારના વરદહસ્તે સુરતમાં મુની ઈન્ટનરેશનલ એકેડમીની શરૂઆત કરાઈ છે. ઘનશ્યામ પટેલ સ્વામીજી જે મુની ચેરીટેબલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે તેમણે ટીચ ફો નેશન અંતર્ગત સ્કુલ ઓન વ્હીલ નામના પ્રોગ્રામ દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ પુરૂ પાડવાનું બીડુ ઝડપ્યુ છે. તથા જે બાળક શાળા એ જવા માટે સક્ષમણ નથી એવા બાળકોને એજ્યુકેશન કિટ આપી પ્રોત્સાહન પુરૂ પડાઈ રહ્યું છે. તો સંસ્થામાં જાપાનીસ લેન્ગ્વેઝ એન્ડ કલ્ચર સેન્ટર તેમજ એલ.પી.ટી. એન3-એન4 એન્ડ એન 5 લેવલ એક્ઝામની પણ પ્રિપરેશન કરાય છે.
વધુમાં મુની ઈન્ટરનેશનલ એકેડમીમાં જેઈઈ મેઈન, એન્ડવાન્સ, નીટ યુજી, ફાઉન્ડેશન અને 9થી 12ના ક્લાસ શરૂ કરાયા છે.