સુરત : મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યામાં વધારો

સુરતમાં કોરોનાના કહેર બાદ હવે મ્યુકરમાઈકોસીસની મહામારી શહેરીજનોને હંફાવી રહી છે. મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બે દર્દીના મોત નિપજ્યા હતા જ્યારે નવા દર્દીઓનો વધારો થઈ રહ્યો છે.
સુરતમાં કોરોનાના કહેર બાદ હવે મ્યુકરમાઈકોસીસની મહામારી એ પગપેસારો કર્યો છે. સુરતમાં કોરોનાનું કહેર તો કન્ટ્રોલમાં આવ્યુ છે પરંતુ હવે મ્યુકરમાઈકોસીસ કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે સુરતમાં મ્યુકર માઈકોસીસના દર્દીઓમાં વધારો થયો છે. ત્યારે વધુ બે દર્દીઓના મ્યુકરમાઈકોસીસમાં મોત થયા છે. હાલ સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 170 દર્દીઓ મ્યુકર માઈકોસીસની સારવાર લઈ રહ્યા છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુકર માઈકોસીસના વધતા દર્દીઓ અને મુત્યુઆંકને લઈ તંત્રની પણ ચિંતામાં વધારો જોવા મળ્યો છે.