સુરત : મેયર લોકોને કરફ્યુમાં ન ફરવા અંગે સમજાવવા નિકળ્યા

સુરતમાં કોરોનાના કેસો વધતા રાત્રી કરફ્યુ 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરાયો છે ત્યારે સુરતના મેયર લોકોને કરફ્યુમાં ન ફરવા અંગે સમજાવવા નિકળ્યા હતાં. અને કારમાં વધુ સંખ્યામાં જઈ રહેલા લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા શિખામણ આપી હતી.
ચુંટણી સમયે અને મેયર પદ મળ્યા બાદ અનેક કાર્યક્રમોમાં માસ્ક વિના ફરતા હેમાલી બોઘાવાલાને જાણે હવે જ્ઞાન આવ્યુ હોય તેમ પોતે જે નિયમો તોડ્યા તેવા નિયમો તોડનાર આમ જનતાને શિખામણ આપવા નિકળ્યા હતાં. બુધવારથી શહેરમાં રાત્રી કરફ્યુનો સમય વધારાયો છે અગાઉ રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ હતુ જો કે સુરતમાં કોરોના સંક્રમણ વધતા રાત્રી કરફ્યુના સમયમાં વધારો કરાયો છે અને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં મુકાયો છે. ત્યારે મેયર રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર કરાયાના પ્રથમ દિવસે જ રસ્તા પર આવી ગયા હતા અને કારમાં વધુ સંખ્યામાં જનારા લોકોને આંતરી તેઓને શોસ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની સાથે રાત્રે ન રખડવા અંગે શિખામણ આપતા નજરે પડ્યા હતાં.
અહી વાત એ ઉભી થાય છે કે ચુંટણી સમયે થયેલ રેલીઓમાં શોસિયલ ડિસ્ટન્સીંગના સરેઆમ છેડ ઉડ્યા હતા ત્યારે કેમ મેયરે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને આમ જનતાને પ્રતિક્રિયા આપવા પહોંચી જતા લોકોમાં પણ મેયરની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.