સુરત : મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના દુકાનદારોને પોલીસે દંડ ફટકાર્યું

સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે 5મી સુધી કાપડ માર્કેટો બંધ રાખવા માટે આદેશ કરાયો હોવા છતા મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટની દુકાનો શરૂ રહેતા પોલીસે ત્યાં દોડી જઈ દુકાનદારોને દંડ ફટકાર્યુ હતું. તો પોલીસને જોઈ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ કાપડ માર્કેટના એસોસીએશન ફોસ્ટા દ્વારા પાંચમી મે સુધી માર્કેટો સંપુર્ણ બંધ રાખવા ફરમાન કર્યુ હતું. તો સાથે રાજ્ય સરકાર દ્વારા પણ આવશ્યક ચિજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા પરિપત્ર જાહેર કર્યુ હતું. ત્યારે સોમવારે રીંગરોડ ખાતે આવેલી મીલેનિયમ માર્કેટમાં કેટલીક દુકાનો ચાલુ રાખી પાર્સલોની ડિલીવરી કરાઈ રહી હોવાની માહિતી મળતા જ પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને દુકાનો ખોલનાર વેપારીઓને દંડ કર્યુ હતું. તો પોલીસને જોઈ કર્મચારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.