સુરત : મનપા દ્વારા રોજેરોજ બદલાતા નિયમોને લઈ લોકોને મુશ્કેલીયો

સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સુરક્ષા કવચ તરીકે વેક્સિન પુરવાર થઈ રહી છે ત્યારે મનપા દ્વારા રોજેરોજ બદલાતા નિયમોને લઈ લોકોને મુશ્કેલી સર્જી રહ્યો છે જેના કારણે રસી લેવા માટે લોકો સવારથી ઉભા રહેતા હોવા છતા નંબર ન આવતા લોકો નિરાશ થઈ રહ્યા છે.
કોરોના સામે સૌથી વધુ સુરક્ષા કવચ તરીકે વેક્સિન પુરવાર થઇ રહી છે. કોર્પોરેશન દ્વારા વેક્સિન લેવાના નિયમોમાં થતો બદલાવ લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. 45 પ્લસનું બીજા ડોઝનું રસીકરણ બે દિવસ બંધ રહ્યા બાદ ફરી નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેના પગલે લોકો રસીકરણ કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે. સવારથી લાંબી લાઈનો લાગે છે અને નવો નિયમ જાણી લોકોએ રસી લીધા વિના જ પરત ફરવું પડી રહ્યું છે. લોકોને મનપા દ્વારા મેસેજ કરાય છે અને ત્યારબાદ વ્હેલી સવારે કામ ધંધા છોડી રસીકરણ કેન્દ્ર પર પહોંચતા લોકોને લાંબી લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ પણ વેક્સિન ન મળતા લોકોમાં તંત્રના તઘલઘી નિર્ણય સામે રોષ જોવા મળ્યો હતો.
સુરત મહાનગર પાલિકા દ્વારા હાલ તો વેક્સિનેશન શરૂ કરવા પહેલા અભ્યાસ કરવાની જરૂર જણાઈ રહી છે. સતત બદલાતા નિયમોને કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.