સુરત : મનપાની 12 સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામોની જાહેરાત

સુરત મેયર અને વિપક્ષ નેતાઓ પદભાર સંભાળ્યા બાદ ગુરૂવારે મનપાની વિવિધ સમિતિના સભ્યોની વરણી કરાઈ છે. જેમાં મહત્વની સમિતિમાં પદ મેળવવા લોબીંગ થયુ હતું. હાલ સુરત મનપાની 12 સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામોની જાહેરાત થઈ છે.
મનપામાં ગુરૂવારે મળેલી બોર્ડ મીટિંગમાં 12 ખાસ સમિતિઓ ઉપરાંત મેયર નિધિ, ખડી સમિતિ, મસ્કતિ ધર્માર્થ સમિતિ સહિતના સમિતિઓના સભ્યોની પસંદગી કરાઈ હતી. સુરત મનપાની ખાસ સમિતિઓમાં મલાઈદાર ગણાતી ટી.પી. સમિતિ, જાહેર બાંધકામ સમિતિ અને ગટર સમિતિ મેળવવા માટે સી.આર. પાટીલની આજુબાજુમાં ગોઠવાયેલા નેતાઓના માધ્યમથી લોબિંગ શરૂ કરાયુ હતું. જોકે જ્ઞાતિવાદી સમિકરણના આધારે વિવિધ કમિટિઓના ચેરમેનની નિમણૂંક કરાઈ હતી. જેમાં ટીપી સમિતિના ચેરમેન તરીકે કનુ પટેલ, વાઈસ ચેરમેન તરીકે સોમનાથ મરાઠે, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રોહિનીબેન પાટીલ, વાઈસ ચેરમેન તરીકે ગેમર દેસાઈ, ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે વિક્રમ પાટીલ, વાઈસ ચેરમેન તરીકે જયશ્રીબેન વરિયા, આરોગ્ય સમિતિના ચેરમેન પદે દર્શીનીબેન કોઠીયા, વાઈસ ચેરમેન તરીકે વિજય ચૌમલ, ગૃહનિર્માણ અને ગાર્ડન સમિતિના ચેરમેન તરીકે રેશમાબેન લાપસીવાલા અને વાઈસ ચેરમેન તરીકે મનીષાબેન આહીર, પાણી સમિતિના ચેરમેન તરીકે રાકેશ માળી અને વાઈસ ચેરમેન તરીકે વૈશાલીબેન શાહ, લાઈટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે કિશોર મીયાણી, વાઈસ ચેરમેન તરીકે નેન્સી શાહ, સ્લમ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે દિનેશ રાજપુરોહિત, વાઈસ ચેરમેન તરીકે જયેશ જરીવાળા, હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકે રાજુ જોળિયા, વાઈસ ચેરમેન તરીકે કાંતાબેન વાકોડીકર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે પુર્ણિમાબેન દાવલે અને વાઈસ ચેરમેન તરીકે આરતીબેન પટેલ, કાયદા સમિતિના ચેરમેન તરીકે હસમુખ નાયકા અને વાઈસ ચેરમે તરીકે કવિતાબેન એનગંદુલા, જાહેર પરિવહન સમિતિના ચેરમેન તરીકે રમીલાબેન પટેલ અને વાઈસ ચેરમેન તરીકે સુમનબેન ગડીયાના નામ પર કળશ ધોળાયો હતો.
સુરત મહાનગર પાલિકાની ખાસ ગણાતી મલાઈદાર સમિતિઓ ટી.પી. સમિતિ, જાહેર બાંધકામ સમિતિ અને ગટર સમિતિમાં સ્થાન મેળવવામાં સી.આર. પાટીલના નજીકનાઓ મેદાન મારી ગયા છે.