સુરત : મહાનગર પાલિકાના તંત્રને માત્ર ગરીબો જ દેખાતા હોય તેવા આક્ષેપો

સુરતમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે છતા સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માત્રને માત્ર આમ જનતાને પરેશાન કરતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે કોરોનામાં લોકોએ તરફ ધંધા વગરના થયા છે ત્યાં આંજણા વિસ્તારમાં લારી ગલ્લાઓ લગાડી વર્ષોથી પરિવારનું ગુજરાન ચલાવનારાઓની લારીઓ ઉંચકી લેવાતા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જો કે સુરત મહાનગર પાલિકાના જાબાંઝ અધિકારીઓને તે દેખાતુ નથી અને દેખાઈ છે માત્ર આમ જનતાને કઈ રીતે પરેશાન કરવું તે. લિંબાયત ઝોનના દબાણ ખાતા દ્વારા બુધવારે સાંજના સમયે અનવર નગર આંજણા વિસ્તારમાં દબાણની કામગીરી કરી હતી. અને વર્ષોથી બ્રિજ નીચે લારી ગલ્લા લગાવી પરિવારનું ગુજરાન ચલાવનારાઓના લારી ગલ્લા ઉંચકી લેવાતા લોકોએ મનપા સામે રોષ વ્યક્ત કર્યો હતો. હાલ કોરોનાને લઈ અનેક લોકોના ધંધા રોજગાર છીનવાયા છે ત્યાં માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવનારાઓની લારી ગલ્લાઓ દબાણ ખાતા દ્વારા જપ્ત કરાતા શ્રમજીવીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
હાલ તો ગંદકી સહિત વિવિધ સમસ્યાઓ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે પરંતુ સુરત મહાનગર પાલિકાના તંત્રને માત્ર ગરીબો જ દેખાતા હોય તેવા આક્ષેપો પણ કરાયા હતાં.