સુરત : મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા મળી

સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શનિવારના રોજ મળી હતી. જેમાં શહેર વિકાસ સહિતના વિવિધ કામો રજુ કરાયા હતાં. જે કામો પર ચર્ચા વિચારણા કરી કેટલાક કામોને મુલ્તવી રાખી અન્ય કામોને મંજુરીની મહોર મરાઈ હતી.
સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શનિવારના રોજ મળી હતી. સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલની ગેરહાજરીમાં મળેલીસાપ્તાહિક સાધારણ સભામાં વિવિધ 25 કામો રજુ કરાયા હતાં. જેમાંથી 10 કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જ્યારે 2 કામોને દફતરે કરાયા હતાં. તો 13 જેટલા કામોને વધુ અભ્યાસ અર્થે મુલ્તવી રાખ્યા હોવાનું કાર્યકારી અધ્યક્ષ દ્વારા જણાવાયુ હતું.
સુરત મહાનગર પાલિકાના સ્થાયી ચેરમેન પરેશ પટેલના સીટી સ્કેન રીપોર્ટ આવવાના બાકી હોય જેને લઈ તેઓની ગેરહાજરીમાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી.