સુરત : યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી માર માર્યો

કાપોદ્રામાં રહેતા યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લઈ જબરજસ્થી બાઈક પર બેસાડી લઈ જઈ હાથ પગ અને મોઢા પર દોરી બાંધી દઈ મારમારી ધમકી આપનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રામાં રહેતા યુવાનને કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે આવેલ રવિ પાર્ક સોસાયટીમાં રહેતા બાજી શત્રુંધન પાત્રાએ તેની પાસે આવી તેનો મોબાઈલ કાઢી લઈ મોબાઈલ જોઈતો હોય તો ગાડી પર બેસી જા તેમ કહી ગાડી પર બેસાડી મેટ્રો ટ્રેનનું કન્સ્ટ્રકશનનું કામ ચાલતુ હતુ ત્યાં લઈ જઈ મારમારી તેના હાથ પગ અને મોઢા પર દોરી બાંધી દઈ ધમકી આપી હતી. જે અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપી બાજી શત્રુંધન પાત્રાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.