સુરત : રાહુલ એપાર્ટમેન્ટ જેલમાં રહીને વારંવાર વિવાદમાં આવી રહ્યો

સુર્યા મરાઠી હત્યા કેસના આરોપી એવા રાહુલ એપાર્ટમેન્ટએ જેલના એસપી સામે લાંચ માંગવાની માંગ કરી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
સુરતના માથાભારે કહેવાતા સુર્યા મરાઠીની તેની જ ઓફિસમાં એક સમયના તેના જ સાગરીત એવા હાર્દિક દ્વારા સાગરીતો સાથે મળી સુર્યાની તેની જ ઓફિસમાં હત્યા કરાઈ હતી તો સુર્યાના વળતા પ્રહારમાં હાર્દિકની પણ હત્યા થઈ હતી. આ હત્યાકાંડમાં રાહુલ એપાર્ટમેન્ટ સહિતના હત્યારાઓ હાલ જેલમાં છે. ત્યારે રાહુલ એપાર્ટમેન્ટ જેલમાં રહીને વારંવાર વિવાદમાં આવી રહ્યો છે. હાલમાં રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે લાજપોર જેલના એસ.પી. દ્વારા તેની અને અન્ય આરોપીઓ સતીશ મરાઠી, આલોક દલાઈ, અમોલ સહિતનાઓને માર મારી તેઓ પાસે 50 હજારની માંગ કરી હતી. આ મામલે રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ કરવાની પણ તૈયારી બતાવી છે.
તો આરોપી રાહુલ દ્વારા કરાયેલા આક્ષેપોને જેલ તંત્ર દ્વારા ફગાવી દેવાયા છે. ત્યારે આ મામલે તપાસ થાય તો સઘળી હકીકત સામે આવે તેમ છે.